What Gujarat Get in Budget 2014

Budgetકેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની ગઈ ત્યારે નાણા પ્રધાન અરુણ જેટલી દ્વારા બીજેપી સરકારનું પ્રથમ સામાન્ય વચગાળાનું બજેટ રજૂ કરી દીધુ છે. નાણાપ્રધાન અરુણ જેટલી મોદી સરકારનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યુ ત્યારે એવી શક્યતાઓ છે કે બજેટમાં ‘ઘરેલુ’ બચતને પ્રોત્સાહન આપવાનાં પગલાંરૂપે નાણા મંત્રાલય વ્યક્તિગત રોકાણ પર આવકવેરા મુક્તિમર્યાદા બમણી કરીને રૂ. બે લાખ કરવાની પણ જાહેરાત થઇ શકે છે. આ બધાની વચ્ચે સરકારે ગુજરાત અને અમદાવાદને કઈ રીતે મદદ કરી છે.

 

 

ગુજરાતનાં વિકાસ માટે થયેલી જાહેરાત

  • ગુજરાત સહિત અન્ય બે રાજ્યોમાં સૌર ઉર્જાનાં વિકાસ માટે  500 કરોડની ફાળવણી
  • ગુજરાતમાં સરદાર પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ માટે 200 કરોડની ફાળવણી
  • અમદાવાદનાં મેટ્રો પ્રોજેક્ટ માટે 100 કરોડ રૂપિયાની જાહેરાત
  • ખાણ-ખનિજમાં ગુજરાત રાજ્યની રોયલટી વધશે
  • 16 નવી પોર્ટ પરી યોજના આકાર લેશે, જેમાં ગુજરાતનાં બંદરોને પણ લાભ થશે
  • સુરતની સાથે દેશનાં અન્ય ત્રણ શહેરોમા ટેક્સટાઈલ ઉદ્યોગનાં વિકાસ માટે રૂપિયા 200 કરોડની ફાળવણીની જાહેરાત
  • લઘુ ઉદ્યોગ માટે લોન સહેલી કરવામાં આવશે
  • ખેડુતો માટેની નવી ચેનલ શરૂ કરવામાં આવશે
Share

Leave a Reply