મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત દેશમાં પાંચમું : Assochem

દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતનો સમાવેશ દેશનાં ટોચનાંપાંચ રાજ્યોમાં થાય છે , તેમ ઉદ્યોગસંગઠન એસોચેમે એક અહેવાલમાંજણાવ્યું છે . મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનાલગભગ તમામ ઘટકોમાં ગુજરાતછેલ્લા એક દાયકા દરમિયાન અગ્રેસરરહ્યું છે .

gujaratદેશમાં વર્ષ 2004-05 થી 2012-13દરમિયાન દેશમાં વીજળી ક્ષેત્રે થયેલાકુલ મૂડીરોકાણમાં 12.5 ટકા સાથેગુજરાત મોખરે રહ્યું હતું , જ્યારેએકંદરના કુલ મૂડીરોકાણમાં ગુજરાત રૂ .13,74,244 કરોડ સાથે મહારાષ્ટ્ર પછીદેશમાં બીજા ક્રમે રહ્યું હતું .

કુલ મૂડીરોકાણમાં સૌથી વધારે 38 ટકા મૂડીરોકાણ વીજળી , 22.1 ટકા સેવા , 20.4ટકા મેન્યુફેક્ચરિંગમાં , 15.5 ટકા રિયલ એસ્ટેટમાં 2.6 ટકા સિંચાઈમાં અને 1.4 ટકામાઇનિંગમાં રહ્યું હતું . આ ઉપરાંત સમગ્ર દેશમાં વીજળી ક્ષેત્રે થયેલા મૂડીરોકાણમાંસૌથી વધારે 12.5 ટકા મૂડીરોકાણ સાથે ગુજરાત ટોચ પર રહ્યું હતું .

મેન્યુફેક્ચિરંગ સેક્ટર હેઠળ વર્ષ 2004-05 થી 2011-12 દરમિયાન ગુજરાતેટેક્સટાઇલ તેમજ નોન મેટાલિક મિનરલ પ્રોડક્ટ્સના ક્ષેત્રે ટોચનો ક્રમ જાળવીરાખ્યો છે . આ સમયગાળા દરમિયાન તેનો હિસ્સો ટેક્સટાઇલમાં 17.6 ટકાથી વધીને26.3 ટકા , જ્યારે નોન મેટાલિક મિનરલ પ્રોડક્ટ્સમાં 27.5 ટકાથી સહેજ ઘટીને25.8 ટકા થયો હતો .

એ જ રીતે 2004-05 માં ફૂડ એન્ડ બેવરેજિસ અને ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટમાંગુજરાતની ગણના ટોચનાં રાજ્યોમાં ન હતી પરંતુ 2011-12 માં 32.9 ટકા સાથેટોચનું સ્થાન અને 24.8 ટકા સાથે બીજો ક્રમ અનુક્રમે પ્રાપ્ત કર્યો હતો . એ જ રીતેમશીનરીમાં તેણે 12.1 સાથે ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે . એકમાત્ર મેટલ એન્ડ મેટલપ્રોડક્ટ્સમાં ગુજરાતનો સમાવેશ ટોચનાં રાજ્યોમાં થતો નથી .

નાણાકીય વર્ષ 2005-06 થી સ્થાનિક ઘરેલુ ઉત્પાદન ( જીએસડીપી ) ના વૃદ્ધિદરમાંએકમાત્ર ઉત્તરાખંડથી ગુજરાત પાછળ રહ્યું હતું . ઉત્તરાખંડે લગભગ ૧૪ ટકાનીચક્રવૃદ્ધિ દરની વૃદ્ધિ મેળવી હતી , જ્યારે ગુજરાતે 10 ટકાથી વધુની વૃદ્ધિ મેળવી હતી. આ સિવાય માત્ર બિહાર આ સમય દરમિયાન દ્વિઅંકી વૃદ્ધિ મેળવી હતી .

એસોચેમના અહેવાલ પ્રમાણે અગાઉ આર્થિક રીતે પછાત ગણાતાં કેટલાંક રાજ્યોનીઆર્થિક વૃદ્ધિ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે રહી હોવા છતાં ટોચનાં પાંચ રાજ્યોમહારાષ્ટ્ર , ગુજરાત , આંધ્રપ્રદેશ , ઓડિશા અને કર્ણાટકનું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતુંઅને દેશમાં કુલ મૂડીરોકાણમાં તેમનો હિસ્સો 51.3 ટકા રહ્યો હતો .

આ પાંચ રાજ્યોનું વસતિની દૃષ્ટિએ દેશમાં યોગદાન 29.6 ટકા રહ્યું હતુ પરંતુ કુલઉત્પાદનમાં હિસ્સો 34.5 ટકા રહ્યો હતો . તેના વિપરીત સૌથી નીચલા ક્રમના પાંચરાજ્યનું વસતિમાં યોગદાન 30.4 ટકા છે , તેની સામે ઉત્પાદનમાં તેમનું યોગદાનમાત્ર 18.5 ટકા રહ્યું હતું .

Share

Leave a Reply