અમદાવાદ-મુંબઈ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન

Bullet trainમોદી સરકારના પ્રથમ રેલ્વે બજેટમાં રેલ્વેમંત્રી સદાનંદ ગૌડાએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનની શરુ કરવાનું એલાન કર્યુ છે. જેના માટે હાલ સર્વે કરાઈ રહ્યો છે. બજેટમાં એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલ્વેમંત્રીએ 60,000 કરોડ ફાળવવાની વાત કરી છે. આ ઉપરાંત રેલ્વેમંત્રીએ ટ્રેનોની સ્પીડ 300 કિલોમીટર પ્રતિ કલાક કરવાની વાત પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે તેના માટે 9 રૂટો પર કામ કરવામાં આવી રહ્યું છે. આ રૂટ છે દિલ્હી-આગ્રા, દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-કાનપુર, કાનપુર-નાગપુર, મેસૂર-બેંગ્લોર, નાગપુર-વિલાસપુર.

રેલ્વેમંત્રીએ રેલ્વે બજેટના ભાષણમાં ભારતીય રેલ્વેને સારી બનાવવા માટે નવા ઉપાસો સાથે સાથે જુની યોજનાઓને સમય પર પૂરી કરવાની વાત કરી છે. તેમને ઉતરપ્રદેશ માટે મહત્વની ઘોષણા કરી છે જેમાં દિલ્હી-આગ્રા અને દિલ્હી-કાનપુર વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની ઘોષણા કરી છે.

રેલમંત્રીએ લોકમાન્ય તિલક ટર્મિનલ અને લખનઉ વચ્ચે સાપ્તાહિક એસી એક્સપ્રેસ અમદાવાદથી પટના વચ્ચે વાયા વારાણસી નવી ટ્રેન ચલાવવા તથા નવી દિલ્હીથી વારાણસી વચ્ચે એક્સપ્રેસ ટ્રેન(ડેઈલી) ચલાવવાની ઘોષણા કરી છે.

Share

Leave a Reply